ફાર્મરાઇઝ શા માટે ડાઉનલૉડ કરવી જોઇએ?
👍15 રાજ્યોમાં 10 ભાષાઓમાં ઉપલબ્ધ (English, हिन्दी, ಕನ್ನಡ, मराठी, తెలుగు, ગુજરાતી, ଓଡ଼ିଆ, ਪੰਜਾਬੀ, বাংলা).
👍પાકના ચક્ર પર આધાર રાખીને કૃષિ વ્યવહારોના પૅકેજ અંગે માહિતી પૂરી પાડનારી એકમાત્ર એપ.
👍એકમાત્ર કૃષિ સંબંધિત એપ, જ્યાં ખેડૂતમિત્રો તેમની પસંદગીની ભાષામાં પાક સંબંધિત વ્યવહારોને સાંભળી શકે છે.
👍ભારતના ડિજિટલ કૃષિ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસી રહેલી એપ!
ફાર્મરાઇઝ ખેડૂતોને શું આપે છેઃ
🌿 કૃષિવિજ્ઞાન સંબંધિત સલાહ-સૂચનોઃ ખેડૂતો ભારતમાં સ્થાયી અને નફાકારક કૃષિ માટે કૃષિવિજ્ઞાન સંબંધિત સચોટ અને ચોક્કસ સલાહ-સૂચનો મેળવી શકે છે. ભારતીય ખેડૂતો પાક મુજબ અને પાકના તબક્કા મુજબ કૃષિ સંબંધિત સલાહ-સૂચનો મેળવી શકે છે અને તેમની પસંદગીની ભાષાઓમાં (જેમ કે, અંગ્રેજી, હિંદી, ગુજરાતી, મરાઠી, કન્નડ અને તેલુગુ) પાક સંબંધિત તમામ વ્યવહારોને સાંભળી પણ શકે છે
🌿 મંડીની કિંમતોઃ સમગ્ર ભારતની 400+ મંડીઓની પાક મુજબ તાજેતરની અને હાલની કિંમતો. હવે તમે કોઈ ચોક્કસ બજારમાં કોઈ ચોક્કસ પાકની મંડીની કિંમતો પર તમારા પ્રતિભાવો અમારી સાથે શૅર કરી શકો છો.
🌿 હવામાનઃ ફાર્મરાઇઝ ખેડૂતોને દરરોજ તાપમાન, વરસાદ અને ભેજ અંગેની અપડેટ્સ પૂરી પાડે છે. તમે અમારી એપ મારફતે કલાકના ધોરણે આગામી 9 દિવસ માટે તાપમાન અને વરસાદ પરની માહિતી મેળવી શકો છો. તે ખેડૂતોને તેમના પાક અને ખેતરના સંબંધમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે.
🌿 નિષ્ણાતોના લેખઃ હવે સમગ્ર ભારતના ખેડૂતો ફાર્મરાઇઝના કૃષિ નિષ્ણાતો દ્વારા લખવામાં આવેલા વિવિધ લેખ વાંચી શકે છે. આ ઉપરાંત તમે તેમાં યોગદાન આપી શકો છો અને અમને તમારા ખેતી સંબંધિત અનુભવો પણ જણાવી શકો છો.
🌿 સમાચાર અને ઘટનાઓઃ કૃષિ ક્ષેત્રમાં સાધવામાં આવી રહેલી પ્રગતિ સંબંધિત દૈનિક અને ચોક્કસ પ્રદેશના સમાચારથી માહિતગાર રહો તેમજ સમગ્ર ગ્રામ્ય ક્ષેત્રમાં દેશવ્યાપી ધોરણે યોજાઈ રહેલા કૃષિ સંબંધિત ટ્રેડ શૉ અંગે વધુ જાણકારી મેળવો.
🌿 મારા ખેતરનું સ્થળ નિર્ધારિત કરોઃ ખેડૂતો હવે નજીકમાં આવેલી મંડીની કિંમતો જાણવા અને હવામાનની દૈનિક અને કલાકના ધોરણે સચોટ અપડેટ્સ મેળવવા માટે ‘લૉકેટ માય ફાર્મ’ ફીચરનો ઉપયોગ કરીને કોઇપણ સમયે તેમના વર્તમાન સ્થળને અપડેટ કરી શકે છે.
અસ્વીકરણોઃ
1) ફાર્મરાઇઝ એપ એ એક સ્વતંત્ર એપ છે અને તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇપણ સરકારી સંસ્થા કે સંગઠન સાથે સંકળાયેલી નથી.
2) સરકારી યોજનાઓ સંબંધિત તમામ લેખો મીડિયા અને જાહેર લાઇબ્રેરીઓમાંથી મેળવવામાં આવેલી માહિતી પર આધાર રાખીને તૈયાર કરવામાં આવ્યાં છે.
અમને તમારી પ્રતિક્રિયા જાણીને આનંદ થશે! અમને support@farmrise.com પર તમારી પ્રતિક્રિયા મોકલી આપો.
જેમ-જેમ જ્ઞાન વધશે, તેમ-તેમ ખેડૂત પ્રગતિને પામશે! 👨🏻🌾
આ રોજ અપડેટ કર્યું
31 ઑક્ટો, 2025