વૈશ્વિક પરિવર્તન અને નવી તકોની દુનિયામાં આપનું સ્વાગત છે, જ્યાં તમે એક સમજદાર શાસક બનશો અને મનમોહક ભૂ-રાજકીય વ્યૂહરચનાની રમત યુરોપ 1784 માં વિજય મેળવવા માટે તમારા રાષ્ટ્રનું નેતૃત્વ કરશો. આ તમારા માટે ઇતિહાસનું તમારૂં પોતાનું સંસ્કરણ બનાવવાની અનોખી તક છે, જ્યાં રશિયન સામ્રાજ્ય અને ફ્રાન્સ, મરાઠા સામ્રાજ્ય અને ક્વિંગ સામ્રાજ્ય, જાપાન અને ચોસોન, પવિત્ર રોમન સામ્રાજ્ય અને ઓટ્ટોમન સામ્રાજ્ય વચ્ચે ટક્કર થશે. યુરોપ, ઉત્તર આફ્રિકા અને એશિયા તમારી સમક્ષ વિજય, યુદ્ધવિરામ, વેપાર અને અન્વેષણ માટે અજાણ્યા પ્રદેશો તરીકે છે. તમારે જે દેશ પર શાસન કરવું હોય તેને પસંદ કરો અને રાજાઓ તેમજ સમ્રાટોને પડકાર આપો!
રાજદ્વારી કુશળતા અને ચાલાક રાજકીય દાવપેચ સફળતાની ચાવી છે. તમારા પડોશીઓ સાથે બિન-આક્રમક કરાર કરો, શક્તિશાળી જોડાણો બનાવો અને વિશ્વ મંચ પર મહત્વપૂર્ણ બાબતો પર મતદાનમાં ભાગ લો. પરંતુ સચેત બનો, કારણ કે યુદ્ધ ક્યારેય પણ થઇ શકે છે, અને જ્યારે પરિસ્થિતિ તેની માંગ કરે ત્યારે તમારે તમારા રાષ્ટ્રનો બચાવ કરવા માટે તૈયાર રહેવું જોઈએ.
પરંતુ રાજદ્વારી તમારા શાસનનું એકમાત્ર પાસું નથી. તમે તમારા દેશની અર્થવ્યવસ્થાનું પણ સંચાલન કરશો. તમારા સશસ્ત્ર દળો અને તમારા દેશના અર્થતંત્રને ટકાવી રાખવા માટે જરૂરી ખોરાક, લશ્કરી સાધનો, શસ્ત્રો અને અન્ય સંસાધનોનું ઉત્પાદન કરો. તમારી તકનીકી કુશળતા વધારવા માટે માળખાં બનાવો, સંશોધન કરો અને તમારા રાષ્ટ્રને અજેય બનાવો.
યુરોપ 1784 રમત તમને ઇતિહાસ ફરીથી લખવાની એક અનોખી તક આપે છે. તમારા રાજદ્વારી અને વ્યૂહાત્મક નિર્ણયો તમારા રાષ્ટ્રનું ભવિષ્ય ઘડશે. શક્યતાઓ અનંત છે, અને, એક સાચા નેતા તરીકે, તમારા રાષ્ટ્રને મહાનતા સુધી પહોંચાડવાનું તમારૂં અભિયાન છે.
રમતની વિશેષતાઓ:
❆ મહાન વિજેતાનું સૈન્ય❆
એક અજોડ સૈન્ય બનાવો: બરકંદાજ સિપાઈઓ, રાજવાડાના પાયદળની પહેલી પલટનો, ઘોડાદળના સૈનિકો, બખ્તરધારકો, તોપો અને યુદ્ધ જહાજો. લશ્કરી કાયદા અમલી બનાવવા, ગતિશીલતા અને લશ્કરી ઉત્પાદનને મજબૂત બનાવવું. યુદ્ધોમાં તમારા સૈન્યના અનુભવને પ્રશિક્ષિત કરો અને તેને સુધારો અને યુદ્ધની કળાનું અન્વેષણ કરો. યુદ્ધ એ બળવાન અને બહાદુર લોકોનું ક્ષેત્ર છે
❆ નવા પ્રદેશોનું વસાહતીકરણ ❆
ઉત્તર આફ્રિકા અને અરબી દ્વીપકલ્પના વિશાળ પ્રદેશો વસાહતીકરણ અને સંશોધન માટે ખુલ્લા છે. વસાહતો તમારા સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં, તમારી વસ્તી વધારવામાં, તમારા અર્થતંત્રને વેગ આપવામાં અને અભૂતપૂર્વ મહાનતા તરફ દોરી જવામાં મદદ કરશે. સભ્યતા અને ટેકનોલોજીનો પ્રભાવ નવા દેશોમાં લાવો
❆ આંતરરાષ્ટ્રીય ગોળમેજી પરિષદોમાં પ્રતિભાગિતા❆
વિધાનસભાઓમાં મતદાનમાં ભાગ લો, રાજદ્વારી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની ઝીણવટભરી બાબતોનું અન્વેષણ કરો, વિશ્વના ભાગ્યને આકાર આપવામાં ભાગ લો, વફાદાર સાથીઓ અને મિત્રો શોધો અને દુશ્મનના હુમલાઓને નિવારવા માટે જોડાણો બનાવો
❆ સંપત્તિ અને સમૃદ્ધિ ❆
તમારા દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ કરો: ભેટ એકત્રિત કરો, માલસામાનનો વેપાર કરો અને આર્થિક વૃદ્ધિ માટે સંશોધન કરો. આર્થિક કાયદાઓનો અમલ કરો, નિકાસ અને આયાતમાં વધારો કરો અને નાગરિક ઉત્પાદનમાં વધારો કરો. તમારા લોકોની સુખાકારી તમારા હાથમાં છે.
❆ સાંસ્કૃતિક સર્વોચ્ચતા ❆
તમારા ધર્મનો ફેલાવો કરો, તહેવારો, ઉજાણીઓ, મેળાઓ, નાટ્ય પ્રદર્શનો, પૂજા સંબંધિત સેવાઓ અને ટુર્નામેન્ટ્સનું આયોજન કરો. આ તમારા માટે ઇતિહાસમાં સૌથી પ્રિય શાસક બનવાની તક છે. લોકોની રોજી-રોટી અને મનોરંજનનું કારણ બનો!
આ રમત તમને લાંબા સમય સુધી મોહિત કરશે, જેનાથી તમે તમારી રાજદ્વારી, આર્થિક અને લશ્કરી વ્યૂહરચના સંબંધિત કુશળતાને પ્રદર્શિત કરી શકશો. આ રમત ઑફલાઇન રમી શકાય છે, જે તમને ગમે ત્યારે, ગમે ત્યાં રમવાની સ્વતંત્રતા આપે છે.
યુરોપ 1784 હમણાં જ ડાઉનલોડ કરો અને તમારા મહાનતાના માર્ગ પર આગળ વધો. તમારૂં રાષ્ટ્ર એક મજબૂત અને સમજદાર નેતાની રાહ જુએ છે. ઇતિહાસ પર તમારી છાપ છોડો!
આ રમતનું નીચેની ભાષાઓમાં સ્થાનિયકરણ કરેલું છે: અંગ્રેજી, સ્પેનિશ, યુક્રેનિયન, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ચાઇનીઝ, રશિયન, ટર્કિશ, પોલિશ, જર્મન, અરબી, ઇટાલિયન, જાપાનીઝ, ઇન્ડોનેશિયન, કોરિયન, વિયેતનામીઝ, થાઈ.
આ રોજ અપડેટ કર્યું
8 ઑક્ટો, 2025